Tuesday 18 June 2013

ગાંધીજી અને જયપ્રકાશજીએ કહેલી તેવી પક્ષરહિત શાસનવ્યવસ્થા માટેનાં નાનુભાઈ નાયકનાં સાત પુસ્તકોમાંનું પહેલું પુસ્તક

'માનવઉત્થાનના પરિપ્રેક્ષ્યમાં ગાંધીજી મારા રાહબર'

ચૂંટણી દ્વારા સરકાર ચૂંટવાની શરૂઆત થઈ ત્યારે લોકો ખરેખરી લોકશાહી હવે જ શરૂ થઈ એવા ભ્રમમાં પડ્યા હતા. પરંતુ, ગાંધીજીએ ખુદે તો ત્યારે જ પાર્લામેન્ટને વેશ્યા અને વાંઝણી પણ કહી હતી. પછી તો એમણે દલિતો અને દરિદ્રનારાયણોનું સુખ એ જ સત્ય એમ કહીને એવી વ્યવસ્થાની શોધ શરૂ કરી હતી. માનવઉત્થાન માટે એમણે ભારતથી આગળ જઈ જગતભરનાં સ્વાતંત્ર્ય સુધી જાય તેવી શાસનવ્યવ્થા શોધવા ધાર્યુ હતું. આ પુસ્તકમાં ગાંધીવિચારથી આપણે કેટલા દૂર થઈ ગયા છીએ તે વાત વિસ્તારથી દર્શાવી ગાંધીજીની વાત આગળ વધારી જયપ્રકાશજીએ કહેલી તેવી પક્ષરહિત શાસનવ્યવસ્થાનીચર્ચા કરી છે. સાથેની pdf ફાઈલ આખા પુસ્તકની છે. આપ વાંચો. એટલું જ નહિ એમાંના વિચારોનો આપના મિત્રોમાં પ્રચાર કરો. આપણે સાથે મળીને એક એવું વિચાર આંદોલન ચલાવીએ કે જેથી ગાંધીજી અને જયપ્રકાશજીએ કહેલી તેવી પક્ષરહિત શાસનવ્યવસ્થા સ્થાપી શકાય.
  આ link પર ક્લિક કરો.
માનવઉત્થાનના પરિપ્રેક્ષ્યમાં ગાંધીજી મારા રાહબર